બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ઘટાડે માર્કેટમાં લાંબાગાળા માટે રોકાણની સલાહ, બજારમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઇએ: દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે માર્કેટમાં ગ્લોબલ પરિસ્થિતિ ઘણી બદલી રહી છે. ડૉલર ઇન્ડેક્સ વધવાથી રૂપિયા પર અસર જોવા મળી.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2022 પર 15:13  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે માર્કેટમાં ગ્લોબલ પરિસ્થિતિ ઘણી બદલી રહી છે. ડૉલર ઇન્ડેક્સ વધવાથી રૂપિયા પર અસર જોવા મળી. FIIsના રોકાણ માટે રૂપિયાની સ્થિતિ મહત્વની રહેશે. રશિયા-યુક્રેનની ચિંતા પર હાલ અનિશ્ચિતિતા છે. કૉમોડિટીના ભાવને લઇને પણ હાલ અનિશ્ચિતિતા છે.

દિલીપ ભટ્ટના મતે ભારતના રેટિંગને ડાઉનગ્રેડ કરવુ પણ ચિંતાનો વિષય છે. માર્કેટમાં હાલ ઘણા પડકાર છે. ત્રિમાસીક પરિણામ બાદ મેનેજમેન્ટ કૉમેન્ટ્રી પર નજર રહેશે. બજારમાં હાલના સ્તરથી સાવચેતિ જાળવવાની સલાહ છે. બજારમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઇએ.

દિલીપ ભટ્ટના મુજબ ઘટાડે માર્કેટમાં લાંબાગાળા માટે રોકાણની સલાહ છે. બધા સેક્ટરમાં માંગ મજબૂત છે. મોદી સરકારે અર્થતંત્ર માટે ઘણા સારા પગલા લીધા છે. IT સેક્ટરમાં Accentureના ગાઇડન્સની અસર આવશે. મોટી કંપનીઓને હાલના માર્કેટનો વધુ ફાયદો થશે.

દિલીપ ભટ્ટનું માનવુ છે કે ફાર્મા સેક્ટર પર આગળ રૂપિયાની સારી અસર આવશે. IT સેક્ટરમાં આગળ રોકાણની સલાહ છે. ઇન્ફ્રા, કેપિટલ ગુડ઼્સ સેક્ટરનું પ્રદર્શન સારૂ રહેશે. SIP દ્વારા રોકાણ સારૂ રહેશે.